ગણતંત્ર દિવસ નિમીતે ભારતીય વાયુસેનાએ પરેડમાં રોમાંચક ફ્લાયપાસ્ટ કર્યું
Live TV
-
દેશ આજે 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે મુખ્ય કાર્યક્રમનું આયોજન નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે કરવામાં આવ્યું હતું. પરેડમાં 17 રાજ્યો અને છ મંત્રાલયો અને વિભાગોની ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવી હતી. પરેડમાં ચારસો 89 કલાકારોએ સાંસ્કૃતિક પરફોર્મન્સ આપ્યું હતું. પરેડના અંતે એરફોર્સ અને નેવીના 45 એરક્રાફ્ટ અને આર્મીના ચાર હેલિકોપ્ટરે ફ્લાય પાસ્ટમાં ભાગ લીધો હતો. જેમાં Rafale, MiG-29, Sukhoi-30, C-17, Sukhoi-30 MKI સામેલ છે. જગુઆર, ડોર્નિયર, એલ.સી.એચ. પ્રચંડ અને અપાચેએ તેમના આકર્ષક પ્રદર્શનથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. આ વિમાનો અને હેલિકોપ્ટરથી બાજ, પ્રચંડ, તિરંગા, બજરંગ, ગરુડ, ભીમ, અમૃત અને ત્રિશુલની રચના થઈ હતી. છેલ્લે, રાફેલ ફાઇટર જેટે ચાર્લી મેન્યુવરેબિલિટી દર્શાવી હતી. સમારોહનું સમાપન રાષ્ટ્રગીત સાથે થયું અને ત્યારબાદ ત્રિરંગા બલૂન છોડવામાં આવ્યું.
આ વર્ષે પ્રજાસત્તાક દિનની મહત્તમ લોકભાગીદારી સુનિશ્ચિત કરવાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું.
