નરેન્દ્ર મોદી વોર મેમોરિયલ ખાતે દેશ માટે બલિદાન આપનારા વીરોને શ્રદ્ધાંજલિ આપી
Live TV
-
કર્તવ્ય પથ પર પરેડ શરૂ થાય તે પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોર મેમોરિયલ ખાતે દેશ માટે બલિદાન આપનારા વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે પ્રધાનમંત્રી મોદી પહોંચતાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને સૈન્યની ત્રણેય પાંખના વડાએ તેમને આવકાર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અમર જવાન જ્યોતિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અમર શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ મુલાકાતીઓ માટેની પુસ્તિકામાં પણ નોંધ કરી હતી.
