Skip to main content
Settings Settings for Dark

પ્રજાસત્તાક દિને 412 વિરતા પુરસ્કારની જાહેરાત, મેજર શુભાંગ-નાયક જિતેન્દ્ર સિંહ રાજપૂતને કીર્તિચક્ર

Live TV

X
  • પ્રજાસત્તાક દિનનીપુર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ 412 વીરતા અને અન્ય સંરક્ષણ સંબંધી પુરસ્કારોની જાહેરાત કરી હતી. પુરસ્કારોમાં છ કીર્તિ ચક્રનો સમાવેશ થાય છે. ચાર મરણોપરાંત કીર્તિ ચક્ર એનાયત થશે. આ ઉપરાંત 15 શૌર્યચક્ર પૈકી બેને મરણોપરાંત એનાયત થશે. 92 સેના મેડલ એનાયત થશે, 29 પરમ વિશીષ્ટ સેના મેડલનો પણ તેમાં સમાવેશ થાય છે. તટરક્ષકદળ માટે પણ પદકથી  જાહેરાત થઇ ચુકી છે. કીર્તિ ચક્રથી સન્માનિત થનારા મેજર શુભાંગ ડોગરા- રેજીમેન્ટ અને નાઇક જીતેન્દ્રસિંહ રાજપૂત રેજીમેન્ટના છે. કાશ્મીરમાં આતંક વિરોધી અભિયાનોમાં દાખવેલી વીરતા બદલ તેમને આ પુરસ્કાર એનાયત થશે.

    મેજર શુભાંગ અને નાયક જિતેન્દ્ર સિંહને કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવશે. જ્યારે મેજર આદિત્ય ભદૌરિયા, કેપ્ટન અરુણ કુમાર, કેપ્ટન યુદ્ધવીર સિંહ, કેપ્ટન રાકેશ ટીઆર, નાયક જસબીર સિંહ (મરણોત્તર), લાન્સ નાયક વિકાસ ચૌધરી અને કોન્સ્ટેબલ મુદાસિર અહેમદ શેખ (મરણોત્તર)ને શૌર્ય ચક્ર આપવામાં આવશે.

    સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે 74મા ગણતંત્ર દિવસના અવસર પર આ વખતે સશસ્ત્ર દળોના 412 જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પુરસ્કાર અને અન્ય સન્માન આપવામાં આવશે. તેમાંથી 6 કીર્તિ ચક્ર છે, જે 4 સૈનિકોને મરણોત્તર આપવામાં આવશે. 15 શૌર્ય ચક્ર છે, જેમાં બે સૈનિકોને મરણોત્તર આ સન્માન મળશે.

    19 પરમ વિશિષ્ઠ સેવા મેડલ, 3 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, એક બાર ટૂ અતિ વિશિષ્ટ સેવા મેડલ, 32 અતિ વિશિષ્ટ સેવા મેડલ, 8 યુદ્ધ સેવા મેડલ, એક બાર ટૂ સેના મેડલ (વીરતા) અને 92 સેના મેડલ (વીરતા) માટે એનાયત કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply