કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આરોગ્ય મંત્રાલયની હિન્દી સલાહકાર સમિતિની બેઠકને કરી સંબોધિત
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે હિન્દી સલાહકાર સમિતિની બેઠકને સંબોધન કરી હતી. આ પ્રસંગે પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રભાષાની પ્રાધાન્યતા સમજવી જરૂરી છે. હિન્દીનો પ્રચાર અને વધતો ઉપયોગ આપણી વિશાળ વિવિધતા હોવા છતાં એક સામાન્ય રાષ્ટ્રીય અવાજ સાથે વાતચીત કરવામાં આપણને મદદ કરે છે.
રાજ્યમંત્રી (એચએફડબ્લ્યુ) ડૉ. ભારતી પ્રવિણ પવારે જણાવ્યું હતું કે, હિન્દી ભાષા મધુર અને સરળ છે. તે આપણી પરંપરા અને વારસાનો ભાગ છે એટલું જ નહીં પણ લોકો સાથે વધુ સારી રીતે જોડાય તે માટે પણ તેના પ્રમોશનને પ્રોત્સાહન આપવું જોઈએ.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ સત્તાવાર કામમાં હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલય કક્ષાએ કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ બેઠકમાં સંસદ સભ્ય ડૉ. અનિલ અગ્રવાલ, સંસદ સભ્ય ગુલામ અલી, ઉપસ્થિત રહ્યા હતા.
