પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે કેન્દ્રિય મંત્રીમંડળની એક બેઠક આજે સાંજે દિલ્હીમાં યોજાશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે કેન્દ્રિય મંત્રીમંડળની એક બેઠક આજે સાંજે દિલ્હીમાં યોજાશે. આ બેઠક પ્રગતિ મેદાન ખાતેના નવા બંધાયેલા કન્વેનશન સેન્ટરમાં યોજાય તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરી મહિનામાં કેન્દ્રિય મંત્રીમંડળની યોજાયેલી બેઠક બાદ આજે બીજીવાર બેઠક યોજાશે. ગયા બુધવારે ગૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત પક્ષના વરિષ્ઠનેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને બોલાવાયેલી ખાસ બેઠકમાં ઉપસ્થિતિ રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
