કેન્દ્રીય ગૃહમંત્રીએ ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાનો શુભારંભ કર્યો
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઓડિશાના બે દિવસના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભુવનેશ્વરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનનાનો શુભારંભ કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, દેશનો વિકાસ સીધો જ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસ સાથે સંકળાયેલ છે.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, કેન્દ્રની સક્રિયતાના કારણે ઓડિશા સહિત સમગ્ર દેશમાં માઓવાદીઓની ગતિવિધિઓ પર ઘણી હદે અંકુશ આવી ગયો છે. તેમણે ઓડિશા સરકારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને માઓવાદી નિયંત્રણના સંદર્ભમાં રોલ મોડલ ગણાવ્યું . ત્યારબાદ કેન્દ્રીયમંત્રી અમિત શાહે LWUE અને આપત્તિ વ્યવસ્થાપન પર યોજાયેલ એક બેઠકમાં પણ ભાગ લીધો.
