કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અયોધ્યામાં રામ જન્મ ભૂમિ અને હનુમાન ગઢીની લેશે મુલાકાત
Live TV
-
આગામી 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય પાર્ટીઓએ પૂરજોશમાં તૈયારી કરી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશમાં અયોધ્યાનો પ્રવાસ ખેડશે. અયોધ્યાનાં આ પ્રવાસમાં અમિત શાહ રામ જન્મભૂમિ અને હનુમાન ગઢીનો પ્રવાસ કરશે. આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને અમિત શાહ અયોધ્યામાં જનસભા પણ સંબોધશે. અયોધ્યામાં જનતાનાં આશીર્વાદ મેળવ્યા બાદ અમિત શાહ બરેલીનો પણ પ્રવાસ કરશે. બરેલીમાં ગૃહમંત્રી અમિત શાહ જન વિકાસ યાત્રામાં હાજર રહેશે. ગઈ કાલે જ અમિત શાહે ઉત્તર પ્રદેશમાં મુરાદાબાદ, ઉન્નાવ, અને અલીગઢમાં ચૂંટણી સભામાં સંબોધન કર્યું હતું.
