Skip to main content
Settings Settings for Dark

નીતિ આયોગે વાંસ વિકાસ મિશન પર એક દિવસીય રાષ્ટ્રીય સ્તરની કાર્યશાળાનું કર્યું આયોજન

Live TV

X
  • નીતિ આયોગ દ્વારા નવી દિલ્હીમાં વાંસ વિકાસ મિશન પર એક દિવસીય રાષ્ટ્રીય સ્તરની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર, નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે સારસ્વત અને સીઈઓ અમિતાભ કાંતે આજે આ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે ડૉ. સિંહે વાંસ ક્ષેત્રની ભૂમિકા પર પ્રકાશ પાડતાં કહ્યું કે, કોવિડ પછીનાં સમયમાં આર્થિક વિકાસ માટે મુખ્ય પ્રેરક બની રહેશે. તેમણે કહ્યું કે, દેશમાં વાંસનાં વિશાળ સંસાધનો છે અને તે આવનારા વર્ષોમાં આજીવિકાનું મહત્વનું સાધન બની જશે. 

    નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમારે જણાવ્યું કે, પરંપરાગત ઉપયોગથી લઈને બાયો-એનર્જી જેવા આમૂલ નવીનતા સુધી વાંસ ઉદ્યોગ જીડીપીમાં 35 અબજ ડૉલરનું યોગદાન આપે છે. તેમણે જણાવ્યું કે, પાંચ ટકા ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરના સ્થિર દરે વૃદ્ધિ પામતા, વૈશ્વિક વાંસ બજારમાં અપાર સંભાવનાઓ છે અને ભારતે તેનો લાભ ઉઠાવવો એ વૃદ્ધિ માટે એક મહાન ઉત્પ્રેરક સાબિત થઈ શકે છે. વાંસ ક્ષેત્રમાં તક અને પડકારોને સમજવા માટે વર્કશોપમાં દેશ વિદેશનાં કેટલાક સહભાગીઓ હાજરી આપી રહ્યા છે. નીતિ આયોગ ભારતીય વાંસ ઉદ્યોગનાં સર્વગ્રાહી વિકાસ માટે વ્યવહારિક નીતિઓ અને તકનીકો ઘડવાની પ્રક્રિયામાં છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply