કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજસ્થાનના પ્રવાસે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે બિહાર બાદ આજે રાજસ્થાનના પ્રવાસે છે. તેઓ ઉદયપુરમાં જનસભાને સંબોધન કરશે. ત્યાર બાદ ઉદયપુરમાં, જનજાતી ,વિશિષ્ટ ,જનસંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે. આ જાહેર સંવાદમાં તેઓ ખાસ કરીને આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે.
ગૃહમંત્રી અમિત શાહના જન સંવાદ કાર્યક્રમમાં સાંસદ અરુણ સિંહ, પાર્ટીના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી અને વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ રાઠોડ પણ ભાગ લેશે. રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, તેના અનુસંધાનમાં અમિત શાહનો પ્રવાસ ખૂબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
