કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નશીલા પદાર્થોના દુરુપયોગ પર વીડિયો સંદેશ આપ્યો
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે "નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ" પર દેશવાસીઓને એક વીડિયો સંદેશ આપ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે "નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ" પર દેશવાસીઓને એક વીડિયો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા દેશવ્યાપી નશા મુક્તિ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલયે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, જેના હવે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે. માદક દ્રવ્યોની અવરજવરને રોકવાનો અને ભારત દ્વારા અન્ય દેશોમાં થતી માદક દ્રવ્યોની દાણચોરી રોકવાનો અમારો સંકલ્પ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સહિત દેશની અગ્રણી એજન્સીઓ ગેરકાયદે ડ્રગ્સના વેપારને રોકવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. આ અભિયાન હેઠળ 2019માં ગૃહ મંત્રાલયે એન. કોર્ડની સ્થાપિત કરવામાં આવી. આ ઉપરાતં, દરેક રાજ્ય પોલીસ વિભાગ દ્વારા નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટૂંકમાં, દેશભરમાં ડ્રગ્સના વેપાર અને વપરાશને રોકવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે.
