કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા આજે મત્સ્ય પાલન પ્રવૃતિની નવ વર્ષની ઉપલબ્ધિઓના લેખાજોખા કરશે રજૂ
Live TV
-
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા મત્સ્યોદ્યોગ વિભાગે છેલ્લા નવ વર્ષમાં મેળવેલી સિદ્ધિઓની માહિતી આપશે. મત્સ્યોદ્યોગ મંત્રી રાજધાની દિલ્હીમાં એક કાર્યક્રમમાં રિપોર્ટ ફિશ ડિસીઝ એપ પણ લોન્ચ કરશે. આ મોબાઈલ એપ નેશનલ સર્વેલન્સ પ્રોગ્રામ હેઠળ વિકસાવવામાં આવી છે.
આ પહેલને ભારત સરકારના ફિશરીઝ, પશુપાલન અને ડેરી મંત્રાલય, દ્વારા પ્રધાનમંત્રી મત્સ્યપાલન યોજના દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આશા વ્યક્ત કરાઈ છે કે, રિપોર્ટ ફિશ ડિસીઝ એપ ઘણા ખેડૂતો માટે તેમના તળાવમાં માછલી અને ઝીંગાના રોગો વિશેની માહિતી અધિકારીઓ અને નિષ્ણાતો સાથે સૂચનાની આદાન પ્રદાન કરવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
