કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે 'ડિજિટલ પેમેન્ટ્સ ફેસ્ટિવલ'નું ઉદ્ઘાટન કરશે
Live TV
-
ઇલેકટ્રોનીક, આઇટી અને ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં ડિજિટલ પેમેન્ટ ઉત્સવ અને વ્યાપક અભિયાન યોજનાનો આરંભ કરશે. આઝાદીકા અમૃત મરહોત્સવ અને ભારતની અધ્યક્ષતામાં જી-20 સમારંભના ચાલી રહેલા દોર વચ્ચે ડિજિટલ પેમેન્ટ ઉત્સવ માટે વ્યાપક અભિયાન છેડવાની યોજના પણ ઘડવામાં આવી છે. આ ઉત્સવ આ વર્ષે નવ ફેબ્રુઆરીથી નવ ઓક્ટોબર વચ્ચે યોજાશે. ડિજિટલ પેમેન્ટને દેશવ્યાપી પ્રોત્સાહન આપવાના હેતુસર આ ઉત્સવ મનાવવામાં આવશે. આ ઉત્સવ દરમિયાન લખનઉ, હૈદરાબાદ, પુણે અને બેંગ્લુરૂ ખાતે યોજાનારી જી-20 ડિજિટલ આર્થિક કાર્યસમુહોની બેઠકો પર પણ ધ્યાન આપવામાં આવશે.
