કેન્દ્ર સરકારે કોવિડના ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને રસીકરણ ઉપર ભાર મૂકવા રાજ્યોને જણાવ્યુ
Live TV
-
કોવિડ રોગચાળો માથું ઊંચકી રહ્યો હોવાથી કેન્દ્ર સરકારે ટેસ્ટિંગ , ટ્રેકિંગ , ટ્રીટમેન્ટ અને રસીકરણ ઉપર ભાર મૂકવા રાજ્યોને જણાવ્યુ છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ વિસ્તૃત પત્ર લખીને કોવિડ સામે અગમચેતી ના સઘળા પગલાં ભરવા જણાવ્યુ છે. જાહેર સ્થળે માસ્ક પહેરવું અનિવાર્ય બનાવવા ઉપરાંત લોકો એક બીજાથી સલામત અંતર જાળવે તેવી વર્તણૂકનો આગ્રહ રાખવાની બાબતનો અમલ કરવવાની સલાહ પણ રાજ્યોને આપવામાં આવી છે. હોસ્પિટલનું સારવાર માળખું કોઈપણ પરિસ્થ્તિને પહોંચી વળવા માટે સક્ષમ હોય તેવી તૈયારી રાખવાનું પણ રાજ્યોને કહેવાયું છે, તો દવા અને રસીના પુરવઠા ઉપર નજર રાખવાની તાકીદ પણ કરવામાં આવી છે. માસ્ક અને હૅન્ડ વોશનું મહત્વ આમ આદમી સમજતો થાય તેવી પ્રચાર વ્યવસ્થા ગોઠવવાની વાત પણ કોવિડનો પ્રતિકાર કરવા માટે ઘડાયેલી વ્યૂહરચનાનો ભાગ છે.
