કેન્દ્ર સરકારે દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને આપી મોટી ભેટ, 78 દિવસના બોનસને આપી મંજૂરી
Live TV
-
રેલવે કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને માન આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 11,72,240 રેલવે કર્મચારીઓને રૂ. 2028.57 કરોડમાં 78 દિવસની પીએલબીની ચુકવણીને મંજૂરી આપી છે.
રેલવે કર્મચારીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 03 ઑક્ટોબર 2024 ગુરુવારના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં 11 લાખ 72 હજાર 240 રેલવે કર્મચારીઓને 2028.57 કરોડના 78 દિવસના ઉત્પાદકતા લિંક્ડ બોનસ (PLB)ની ચુકવણીને મંજૂરી આપવામાં આવી છે.
આ રકમ રેલવે કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ જેમ કે ટ્રેક મેઈન્ટેનર, લોકો પાયલટ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, ટેક્નિશિયન, ટેકનિશિયન હેલ્પર, પોઈન્ટ્સમેન, મિનિસ્ટરીયલ સ્ટાફ અને અન્ય ગ્રુપ XC કર્મચારીઓને ચૂકવવામાં આવશે. PLB ની ચુકવણી રેલવે કર્મચારીઓને રેલવેની કામગીરી સુધારવા માટે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહન તરીકે કાર્ય કરે છે.
PLB દર વર્ષે દુર્ગા પૂજા/દશેરાની રજાઓ પહેલાં પાત્ર રેલવે કર્મચારીઓને ચૂકવવામાં આવે છે. આ વર્ષે પણ લગભગ 11.72 લાખ નોન-ગેઝેટેડ રેલ્વે કર્મચારીઓને 78 દિવસના પગારની બરાબર PLB રકમ ચૂકવવામાં આવી રહી છે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં મરાઠી, બંગાળી, પાલી સહિત પાંચ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પણ આપવાનું પણ એલાન કરવામાં આવ્યું છે.