કેન્દ્ર સરકારે 'ભારત દાળ' બ્રાન્ડ નામ હેઠળ સબસિડીવાળી ચણાની દાળનું 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કર્યું શરૂ
Live TV
-
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે ભારત દાળના બ્રાન્ડ નામ હેઠળ સબસિડીવાળા દરે ચણા દાળનું વેચાણ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત એક કિલોના પેકેટની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો અને ત્રીસ કિલોના પેકેટની કિંમત 55 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવી છે.
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે ભારત દાળના બ્રાન્ડ નામ હેઠળ સબસિડીવાળા દરે ચણા દાળનું વેચાણ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત એક કિલોના પેકેટની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો અને ત્રીસ કિલોના પેકેટની કિંમત 55 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવી છે. ગ્રાહકોને પોષણક્ષમ ભાવે કઠોળ ઉપલબ્ધ કરાવવાની દિશામાં ભારત દાળ અભિયાન એ કેન્દ્ર સરકારનું એક મોટું પગલું છે. દિલ્હી અને NCRમાં નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (NAFED) દ્વારા ચણાની દાળ રિટેલ આઉટલેટ્સ પર વેચવામાં આવે છે. દેશભરમાં નાફેડના 703 સ્ટોર પર સબસિડીવાળી કઠોળ વેચવામાં આવશે. આ પહેલા કેન્દ્ર સરકારે ટામેટાનું 80 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાણ શરૂ કર્યું હતું.
