કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રની આયાત ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા ઘણી નીતિ વિષયક પહેલ હાથ ધરી
Live TV
-
કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રની આયાત ઘટાડવા અને આ ક્ષેત્રના સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા ઘણી નીતિ વિષયક પહેલો હાથ ધરી છે. સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતુ કે, આ પહેલથી ભારતનું વિદેશી સંરક્ષણ ઉપકરણો પરનું અવલંબન ઘટશે. ભારત સરકારે હાથ ધરેલી પહેલમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ જમીન પરથી આકાશમાં પ્રહાર કરી શકાય તેવી આકાશ સિસ્ટમ, INS ખંડેરી તથા પાયલટ વિનાના વિમાન ઉત્પાદન જેવી પહેલનો સમાવેશ થાય છે.
ભારત સરકારે છેલ્લા 3 વર્ષમાં બે લાખ 47 હજાર કરોડ રૂપિયાની જુદી જુદી 150 દરખાસ્તો મંજૂર કરી છે. જેનાથી ઘર આંગણાના ઉત્પાદનને મદદ મળશે.
