Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર દ્વારા હજ કમિટીના કવોટામાં વધારો કરવામાં આવ્યો

Live TV

X
  • લઘુમતી બાબતોના મંત્રાલય-નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી હજ પોલીસી – ૨૦૨૩ અંતર્ગત હવે કુલ ક્વોટામાંથી હજ કમિટીનો ક્વોટા 70 ટકાથી વધારીને 80 ટકા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યને પણ દર વર્ષે ક્વોટામાં વધારો મળશે, જેથી ગુજરાતના હજ અરજદારોને તેનો લાભ મળશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા VIP ક્વોટા પણ બંધ કરાતા એ ક્વોટાથી પણ સામાન્ય હજ અરજદારોને સીધે-સીધો ફાયદો થશે, તેમ ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

    યાદીમાં વધુમાં જણાવાયું છે કે, હજ-2023ની તમામ માહિતી અને સૂચનાઓ હજ કમિટી ઓફ ઇન્ડિયા-મુંબઈની વેબસાઈટ https://www.hajcommittee.gov.in ઉપર મૂકવામાં આવશે. આ ઉપરાંત વધુ જાણકારી માટે ગુજરાત રાજ્ય હજ સમિતિની વેબસાઈટ https://haj.gujarat.gov.in અને https://www.gujarathajhouse.in વેબસાઈટ પણ સમયાંતરે જોતા રહેવા માટે યાદીમાં અનુરોધ કરાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply