Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો?

Live TV

X
  • આજે દિલ્હીની અશોકા હોટલમાં મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હાલ રાહુલે વિપક્ષના નેતાનું પદ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે કહ્યું છે કે તેને આ અંગે વિચારવા માટે સમયની જરૂર છે.

    નોંધનીય છે કે, છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ પ્રથમ વખત સારી સ્થિતિમાં છે. તે 99 સભ્યો સાથે સંસદમાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. વિપક્ષના નેતા પદનો દાવો કરવા માટે કોઈપણ પક્ષ પાસે લોકસભાના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યાના 10% હોવા આવશ્યક છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષ આ માપદંડ પૂરો કરી શક્યો નથી. આ વખતે કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડી છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલા પાર્ટીના તમામ નેતાઓએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ વિપક્ષના નેતાનું પદ સ્વીકારવું જોઈએ. આજે સાંજે જ કોંગ્રેસ સંસદીય દળની બેઠક પણ મળવાની છે, જેમાં સંસદીય દળના નેતાની પસંદગી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply