Skip to main content
Settings Settings for Dark

PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા શેખ હસીના દિલ્હી પહોંચ્યા

Live TV

X
  • ત્રીજી ટર્મમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવા જઈ રહી છે. આ સાથે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લઈને જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરશે.

    નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ રવિવારે 9 જૂને સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના મંત્રીમંડળ સાથે શપથ લેશે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા શનિવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ સિવાય પ્રધાનમંત્રી શેખ હસીના રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં પણ હાજરી આપશે. પીએમ મોદીએ નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે બાંગ્લાદેશના પ્રધાનમંત્રીને ફોન કરીને આમંત્રણ આપ્યું હતું.

    પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. શેખ હસીના ઉપરાંત ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગે, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ 'પ્રચંડ', મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીફ હાજર રહેશે. .

    અહેવાલ અનુસાર, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર કામ કરતા કામદારો, સ્વચ્છતા કાર્યકરો અને ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને પણ પીએમ મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વંદે ભારત અને મેટ્રો ટ્રેનમાં કામ કરતા રેલવે કર્મચારીઓ અને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓને વિકસિત ભારતના એમ્બેસેડર તરીકે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

    લોકસભા ચૂંટણી 2024માં બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને 292 સીટો મળી છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સના ઘટક પક્ષોએ 234 બેઠકો જીતી છે. જ્યારે અન્યને 17 બેઠકો મળી છે.

    ત્રીજી ટર્મમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવા જઈ રહી છે. આ સાથે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લઈને જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply