કોમન એલીજીબીલીટી ટેસ્ટ (CET) ઓનલાઇન લેવામાં આવશે, જેથી ઉમેદવારોને મળશે રાહત: ડો જિતેન્દ્ર સિંહ
Live TV
-
કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્રસિંહે કહ્યું છે કે, બિન-ગેઝેટેડ પોસ્ટ્સ પર ભરતી માટે ઑનલાઇન કોમન એલીજીબીટી ટેસ્ટ CET સરકારી નોકરીઓ માટે ઇચ્છુક ઉમેદવારોને પડતી મુશ્કેલીઓને દૂર કરશે.
શુક્રવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કર્મચારી અને તાલીમ વિભાગની સિધ્ધિઓને પ્રકાશિત કરતી વખતે ‘આરંભ’ નામનું ડિજિટલ પુસ્તક બહાર પાડતી વખતે અને કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે આ વાત કહી હતી. એક વર્ષમાં વિભાગની કેટલીક નોંધપાત્ર સિદ્ધિઓ વર્ણવતા ડો.જિતેન્દ્રસિંહે કહ્યું કે, સરકારી ભરતીના ક્ષેત્રમાં મૂળભૂત સુધારા શરૂ કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય ભરતી એજન્સીની સ્થાપના માટેની દરખાસ્ત અદ્યતન તબક્કે છે. એનઆરએ દરેક જિલ્લામાં પરીક્ષણ કેન્દ્રો સાથે બિન-ગેઝેટેડ પોસ્ટ્સમાં ભરતી માટે કમ્પ્યુટર આધારિત ઑનલાઇન કોમન એલીજીબીટી ટેસ્ટ પરીક્ષણ કરશે. તેમણે કહ્યું, આનાથી સરકારી નોકરી માટે ઇચ્છુક લોકોને મુશ્કેલીઓ હળવી કરવામાં આવશે.કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે કોરોના રોગચાળો હોવા છતાં સિધ્ધિઓમાં ફાળો આપવા બદલ અધિકારીઓનો આભાર માન્યો. વીડિયો કોન્ફરન્સિંગમાં સેક્રેટરી પર્સનલ અને વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
