Skip to main content
Settings Settings for Dark

ભાજપના વરિષ્ઠ નેતા અને રેલવે મંત્રી પીયુષ ગોયલના માતા ચંદ્રકાંતા ગોયલનું થયું અવસાન  

Live TV

X
  • યુપીના સીએમ યોગી અને શિવરાજસિંહ ચૌહાણ સહિતના તમામ નેતાઓએ દુખ વ્યક્ત કર્યું હતું કે ચંદ્રકાંતા ગોયલ ભાજપના નેતા હતા અને માટુંગા મત વિસ્તારમાંથી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય પણ હતા.

     

    રેલવે મંત્રી પીયુષ ગોયલની માતા અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંતા ગોયલનું શુક્રવારે રાત્રે  તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. પિયુષ ગોયલે આ સમાચાર ટ્વિટર પર શેર કર્યા છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, "તેમણે પોતાનું આખું જીવન સેવા આપીને વિતાવ્યું, અને અમને સેવા સાથે જીવવાની પ્રેરણા પણ આપી." ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન વિનોદ તાવડેએ જણાવ્યું કે ચંદ્રકાંતા ગોયલની અંતિમ વિધી શનિવારે સવારે કરવામાં આવી હતી .

    ચંદ્રકાંતા ગોયલે ઇમરજન્સી પછીના ગાળા માટે મુંબઇમાં કાઉન્સિલર તરીકે સેવા આપી હતી. બાદમાં તે માટુંગા વિધાનસભા મત વિસ્તારમાંથી ત્રણ વખત ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી. તેમના પતિ, દિવંગત વેદ પ્રકાશ ગોયલ, લાંબા સમયથી ભાજપના રાષ્ટ્રીય ખજાનચી હતા. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં શિપિંગ મંત્રી હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply