Skip to main content
Settings Settings for Dark

તકેદારીના પગલાં સાથે ઓડ-ઇવનના નિયમ અંતર્ગત મૂંબઈમાં ખૂલી દુકાનો 

Live TV

X
  • દુકાનદારો પણ પોતાની જાતે જ  સામાજિક અંતરના નિયમો પાલન કરતાં જોવા મળ્યા હતા.

    દેશની આર્થિક રાજધાની અનલોક -1 હેઠળ શુક્રવારથી મુંબઇમાં શરતી રૂપે દુકાનો અને બજારો ખોલવાની સરકારે મંજૂરી આપી છે,. જોકે, મુંબઈના નાગરિકો પણ પોતાની સલામતીની સંભાળ લેતા જોવા મળ્યા છે.

    લોકકડાઉનનાં 4 તબક્કાઓનો સામનો કર્યા બાદ મુંબઈકરોએ અનલોક -1 મા ચૈનનો શ્વાસ લીધો છે. સરકારે અનલોક -1 માં દુકાનો ખોલવાની મંજૂરી આપી છે, નવી માર્ગદર્શિકા પણ જારી કરી છે. જો કે, આમાં મોલ્સ અને માર્કેટ સંકુલ શામેલ નથી. શુક્રવારથી, ઓડ-ઇવન હેઠળ દુકાનો ખુલી. ઓડ અને ઇવન સિસ્ટમથી રસ્તાની એક તરફ દુકાનો ખોલવાનો હુકમ છે.

    મલાડ સ્ટેશન નજીક સ્ટેશન રોડ પર રસ્તાની દક્ષિણ તરફની દુકાનો ખોલવામાં આવી છે. પરંતુ આ માટે, થર્મલ સ્ક્રિનિંગ, સામાજિક અંતર માટેના સંકેતની સાથે, હેન્ડ સેનિટાઇઝરને પણ સૂચના આપવામાં આવી છે. મુંબઇમાં આશરે અઢી મહિના પછી દુકાન ખોલનારા દુકાનદારોના ચહેરા પર  એક સ્મિત જોવા મળ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે આટલા વખતથી લોકડાઉનના લીધે મકાનોમાં અટવાઈ ગયેલા મુંબઇકરો પણ નાની ખરીદી માટે નીકળ્યા હતા. મોટી સંખ્યામાં નાગરિકો ખરીદી કરવા નીકળ્યા હતા, પરંતુ લોકોએ તેમના ચહેરાને માસ્કથી ઢાકી દીધા હતા. અનલોક -1 અંતર્ગત દુકાનો ખોલનારા દુકાનદારો પણ પોતાની જાતે જ  સામાજિક અંતરના નિયમો પાલન કરતાં જોવા મળ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply