કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી દર 68 % જેટલો થયો, છેલ્લાં 24 કલાકમાં 61, 455 નવા કેસ ઉમેરાયા
Live TV
-
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે.. ઉત્તમ સારવાર અને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાના કારણે અત્યાર સુધીમાં દેશમાં 14 લાખ 27 હજાર 669 જેટલાં લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે.. છેલ્લાં 24 કલાકમાં 50 હજાર 387 જેટલાં દર્દીઓ સાજા થયાં છે.. કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી દર પણ 68 ટકા જેટલો થઈ ગયો છે. સરકારના પ્રયાસોનું જ પરિણામ છે કે, આજે કોરોના સંક્રમણના કારણે મૃત્યુદર પણ ઘટીને 2.05 ટકા થઈ ગયો છે.. છેલ્લાં 24 કલાકમાં 6 લાખ 48 હજારથી વધુ સેમ્પલની તપાસ કરવામા આવી હતી.. જ્યારે છેલ્લાં 24 કલાકમાં સંક્રમણના 61 હજાર 455 નવા કેસ ઉમેરાયા છે જેમાં 937 લોકોનાં મોત થયાં હતાં,. દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 10 હજાર 483 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં 10 હજાર 171 નવા કેસ સામે આવ્યાં છે. આ ઉપરાંત કર્ણાટકમાં 6,670., તામિલનાડુમાં 5,880 કેસ., ઉત્તરપ્રદેશમાં 4,404 કેસ નોંધાયા છે... નોંધનીય છે કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 42 હજાર 578 લોકોએ કોરોના મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. જ્યારે દુનિયાભરમાં 7 લાખ 24 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે..
