Skip to main content
Settings Settings for Dark

બિહાર: પૂરની ગંભીર સ્થિતિ યથાવત, 16 જિલ્લાના 72 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત

Live TV

X
  • બિહારમાં પુરની પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. રાજ્યના 16 જિલ્લાનાં 72 લાખથી વધુ લોકો પુરપ્રકોપનો સામનો કરી રહ્યાં છે. રાજ્યના પુરગ્રસ્ત વિસ્તારોમાં SDRF અને NDRFની 33 ટીમ સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. જેના દ્વારા અત્યાર સુધીમાં 4 લાખ 95 હજાર લોકોને પુરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષીત બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. તો 1 હજાર 420 સામુહિક રસોડા દ્વારા સાડા દસ લાખ લોકોને ભોજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અસરગ્રસ્તોને આરોગ્યલક્ષી સેવા પુરી પાડવા માટે મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.. રાજ્યમાં ગંડક સહિતની મોટી નદીઓ હજી પણ ભયનજક સપાટીથી ઉપર વહી રહી છે. અનેક જિલ્લામાં ટ્રેન અને માર્ગ પરિવહન સેવા ખોરવાઈ ગઇ છે જેના કારણે જનજીવનને માઠી અસર પડી છે. આ તરફ હવામન વિભાગે આગામી 24 કલાકમાં બિહારના લગભગ તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી નીતિશકુમારે ગઈકાલે પુરઅસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.. આ તરફ આસામમાં પુરની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થઈ રહ્યું છે.. આસામ પ્રશાસન લોકોનાં પુનર્વસન માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે કેટલાંક વિસ્તારોમાં જનજીવન સામાન્ય થવાની સાથે હવે ત્યાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે..NDRF અને SDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. રાજ્યના 33 જિલ્લામાંથી હવે માત્ર 6 જિલ્લા પુરથી અસરગ્રસ્ત છે. પુરપ્રકોપના કારણે આસામમાં હવે 13 હજારથી પણ ઓછા લોકો અસરગ્રસ્ત છે. જેમાંથી 201 જેટલાં લોકોએ 2 રાહત શિબિરોમાં આશરો લીધો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply