Skip to main content
Settings Settings for Dark

કોરોનાના વધતા કેસના પગલે દેશના અનેક રાજ્યોમાં આંશિકથી પૂર્ણ લોકડાઉન

Live TV

X
  • યુપીમાં આજ રાતથી લઇને સોમવાર સવારના 5 વાગ્યા સુધી લૉકડાઉન. પશ્ચિમ બંગાળમાં બધા કન્ટેઈનમેન્ટઝોનમાં 7 દિવસ માટે, તો બિહારના 10 જિલ્લામાં 6 દિવસમાં માટે લગાવાયું લૉકડાઉન - અસમના ગોલાઘાટ અને જોરહાટમાં, ગઇરાતથી લગાવાયું લૉકડાઉન. દેશમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 26 હજારથી વધુ નવા કેસ

    દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ યથાવત છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના નવા 26, 506 કેસ સામે આવ્યાં છે. 475 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો 19 હજાર 135 દર્દી સાજા થયા છે. દેશમાં હાલ કોરોના સંક્રમણના કુલ 7 લાખ 93 હજાર 802 કેસ નોંધાઈ ચુક્યાં છે. જેમાંથી હાલ 2 લાખ 76 હજાર 682 સક્રીય કેસ છે. અત્યાર સુધીમાં 4 લાખ 95 હજાર 515 દર્દી સ્વસ્થ થઈને કોરોનાને માત આપી ચુક્યાં છે. જ્યારે દેશમાં કોરોનાથી કુલ 21 હજાર 604 દર્દીએ જીવ ગુમાવ્યો છે.

    આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં કોરોના સંક્રમણ ફેલાવવા પાછળ કોમ્યુનિટી ટ્રાન્સમીશન જેવી સ્થિતી નથી. આરોગ્ય મંત્રાલયે કોરોના સામેનો રિકવરી દર 62 ટકા સુધી પહોંચી ગયો હોવાની પણ માહિતી આપી છે. પ્રત્યેક દિવસે અઢી લાખ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

    દેશમાં છેલ્લાં 24 કલાકમાં વધુ 25 હજાર 790 જેટલાં નવા કેસ નોંધાયા છે. જ્યારે 479 લોકો એ જીવ ગુમાવ્યો છે. તો 19 હજાર 407 જેટલાં દર્દીઓ સંક્રમણમુક્ત થઈને ઘરે પરત ફર્યા છે. આ તરફ કોરોના સંક્રમણના કહેરને ઘટાડવા માટે ઉત્તરપ્રદેશ સરકારે ફરી એક વાર રાજ્યમાં લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. આજે રાત્રે 10 વાગ્યા થી 13 જૂલાઈ સવારના 5 વાગ્યા સુધી લોક ડાઉન લાગુ રહેશે.

    જો કે, આ દરમિયાન રાજ્યમાં જીવનજરૂરી સેવાઓ હોસ્પિટલ, જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો યથાવત રહેશે. બિહારમાં પણ આજથી 16 જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરાયુ છે. બિહારના પટના કૈમુર અને પૂર્ણિયા સહિતના 10 જિલ્લામાં લોકડાઉન લાગુ કરાયું છે. તો આસામના બે જિલ્લા ગોલાઘાટ અને જોરહાટમાં લોક ડાઉન લાગુ કરાયું છે.

    ગોલા ઘાટ માં ,17 જૂલાઈ સુધી અને જોરહાટમાં 15 જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરાયુ છે. આ તરફ પશ્ચિમ બંગાળ સરકારે તમામ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 9 જૂલાઈથી સાત દિવસ માટે લોકડાઉન અમલી બનાવી દીધું છે. રાજ્ય સરકારે લોક ડાઉનનું કડકાઈથી પાલન કરાવવાનો પોલીસને આદેશ આપ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply