અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની દુર્ઘટનામાં 8ના મોત
Live TV
-
પોલીસ અને એનડીઆરએફ ટીમની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પેમા ખાંડૂએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
અરુણાચલ પ્રદેશના પાપુમ પારે જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં 8 લોકોના મોત થયા છે. સતત વરસી રહેલા વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટના બની હતી. આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા.
