Skip to main content
Settings Settings for Dark

PMએ મધ્યપ્રદેશના રિવામાં 250 મેગાવોટના ત્રણ સૌર પ્લાન્ટ દેશને કર્યાં સમર્પિત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મધ્યપ્રદેશના રીવામાં સ્થાપિત 750 મેગા વોટના સૌર ઉર્જા પાવર પ્લાન્ટને દેશને સમર્પિત કર્યો છે.

    1500 હેક્ટરમાં ફેલાયેલ આ પરિયોજના અંતર્ગત, 500 હેક્ટરની ભૂમિ પર 250-250 મેગા વોટનાં ત્રણ સૌર ઉત્પાદન એકમો સ્થાપિત કરાયા છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલી 138 કરોડ રૂપિયાની સહાયથી રિવા આલ્ફા મેગા સોલર લીમીટેડ દ્વારા, આ સૌર પાર્કને વિકસાવવામાં આવ્યો છે. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે રિવાએ સાચા અર્થમાં ઈતિહાસ રચ્યો છે.

    આત્મનિર્ભર ભારત માટે વીજળીની આત્મનિર્ભરતા ખુબજ જરૂરી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું , કે ઉર્જાના ક્ષેત્રમાં અગ્રેસર રહેલાં દુનિયાના પાંચ દેશોમાં ભારત પણ સ્થાન પામ્યું છે. 21મી સદીમાં ઉર્જા જરૂરિયાત એક મોટું માધ્યમ બની રહેવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણી પરંપરામાં સૂર્યની ઉપાસનાનું એક આગવું મહત્વ છે. રીવાનો સોલર પ્લાન્ટ સમગ્ર મધ્યપ્રદેશની સાથે અન્ય રાજ્યોની ઉર્જા જરૂરિયાતને પણ પૂર્ણ કરશે. દિલ્હી મેટ્રોને પણ આ સૌર પરિયોજના દ્વારા વીજળી મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply