Skip to main content
Settings Settings for Dark

કોરોનાના વધતા કેસના પગલે બિહાર રાજ્યમાં 31 જુલાઈ સુધી લોકડાઉન

Live TV

X
  • કોરોનાના વધતા કેસના પગલે સમગ્ર બિહાર રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સમગ્ર બિહાર રાજ્યમાં 31 જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરાયું છે.

    16 જુલાઈથી 31 જુલાઈ સુધી બિહારમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયું છે. કોરોનાના કેસને નિયંત્રણમાં લાવવાના હેતુથી સરકારે આ નિર્ણય લીધો છે.

    સૂચના અને જનસંપર્ક વિભાગના સચિવ અનુપમ કુમારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ માહિતી આપી હતી. પહેલા બિહારના 20 જિલ્લાઓમાં 16 તારીખ સુધી જ લોકડાઉન હતું, જે વધારીને 31 જુલાઈ સુધી સમગ્ર રાજ્ય માટે લાગુ કરવામાં આવ્યું છે.

    આ લોકડાઉન દરમ્યાન કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ કાર્યાલયો બંધ રહેશે. ટ્રેનો ચાલુ રહેશે, પરંતુ બસો બંધ રહેશે. બેંકો અને એટીએમ ખુલ્લા રહેશે. રોડસાઈડના ઢાબા ખુલ્લા રહેશે, પરંતુ માત્ર પેકિંગ કરાવવાની જ પરમિશન મળશે. સરકારી કર્મચારીઓ પોતાનું આઈડી બતાવી અવર જવર કરી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply