કોરોના અપડેટઃ 24 કલાકમાં કોરોનાના 2,82,970 નવા કેસ નોંધાયા, 441 દર્દીઓના મૃત્યુ
Live TV
-
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,82,970 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,88,157 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 441 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,55,83,039 દર્દીઓ સ્વસ્થ છે. આજે નોંધાયાલા કુલ કેસ સાથે હાલ દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસનો આંકડો 18,31,000 પર પહોંચ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 18,69,642 લોકોના ટેસ્ટ કરાયા છે અને અત્યાર સુધીમાં કોરોનાના 70,74,21,650 લોકોના ટેસ્ટ કરાયા છે. દેશમાં ઓમિક્રૉનના અત્યાર સુધીમાં કુલ 8,961 કેસ નોંધાયા છે.
કોરોના રસીકરણ મહાઅભિયાન શરુ થયાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 76,35,229 લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 1,58,88,47,554 રસીના ડોઝ અપાઈ ચુક્યા છે.
