Skip to main content
Settings Settings for Dark

દેશમાં 16 જ દિવસમાં 15થી 18 વર્ષના તરૂણોને કોરોનાની રસીના 3.17 કરોડથી વધુ ડોઝ અપાયા

Live TV

X
  • દેશમાં કોરોના રસીકરણ મહાઅભિયાન તેજગતિથી ચાલી રહ્યું છે. આ રસીકરણ મહાઅભિયાન અંતર્ગત દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 158 કરોડ 74 લાખથી વધુ કોરોનાના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે દેશભરમાં 79 લાખ 91 હજાર 230 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય વિભાગના આંકડાઓ પરથી 15થી 18 વર્ષના તરૂણ-તરૂણીઓને 3 કરોડ 17 લાખ 32 હજાર 672 ડોઝ આપવામાં આવ્યા છે. જેના પરથી કહી શકાય કે,  દેશમાં 15થી 18 વર્ષના તરૂણ-તરૂણીઓની 50 ટકા વર્ગમાં રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. 

    આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટવીટ કરીને કહ્યું કે, કોરોનાના મહામારી વિરૂદ્ધ ભારતની લડાઈમાં આ મોટો દિવસ છે. 15-18  વર્ષના 50 ટકાથી વધુ તરૂણોને રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રસીકરણને લઈ તમારો ઉત્સાહ સમગ્ર દેશને એક નવી જ પ્રેરણા આપી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
apply