Skip to main content
Settings Settings for Dark

UP અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ આજે ઉમેદવારોની યાદી જાહેર કરશે

Live TV

X
  • દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઈ દરેક રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. દરેક પાર્ટીએ વિજયના મંત્ર સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક આજે દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. તે પહેલાં ઉત્તર પ્રદેશમાં સત્તાધારી પાર્ટી ભાજપે તેની સહયોગી પાર્ટીઓ સાથે બેઠકોની વહેંચણી પર વાતચીત પુર્ણ કરવાની છે. 

    ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી, સંજય નિષાદના નેતૃત્વ વાળી નિષાદ પાર્ટી અને અનુપ્રિયા પટેલના નેતૃત્વ વાળી અપના દળની સાથે ગંઠબંધનમાં વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. આ બંને દળોનો ઉત્તર પ્રદેશના પૂર્વી ભાગમાં મોટા પ્રમાણમાં પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. આ વચ્ચે જ મંગળવારે સંજય નિષાદે ભાજપના ઉત્તર પ્રદેશ પ્રભારી સાથે બેઠક યોજી સીટોની વહેંચણી પર ચર્ચા કરી હતી. આજે દિલ્હી ખાતે મળનારી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ત્રીજા, ચોથા અને પાંચમાં ચરણના ભાજપ ઉમેદવારોના નામો પર છેલ્લી મહોર લાવવામાં આવશે. આ સિવાય બેઠકમાં પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપૂર પર ચર્ચા થઈ શકે છે.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
apply