કોરોના મહામારીને લઇને PM નરેન્દ્ર મોદીની રવાન્ડાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે રવાન્ડાના પ્રમુખ પૌલ કગામે સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી... પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2018ની પોતાની યાદગાર રવાન્ડા મુલાકાત પછી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સધાયેલી પ્રગતિ મુદ્દે સંતોષ વ્યક્ત કર્યો હતો. રવાન્ડાના પ્રમુખે પણ વર્ષ 2018માં પ્રધાનમંત્રી મોદીની રવાન્ડા મુલાકાત વખતે ભેટમાં આપવામાં આવેલી 200 ભારતીય ગાયનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીમોદીએ ગાયો ભેટમાં આપીને રવાન્ડાના બાળકો માટે દૂધ ઉપલબ્ધીની સ્થિતી સુધારવામાં મદદ કરી હતી. ભારતીય ગાયોને કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. બંને નેતાઓએ કોવિડ-19 મહામારીને કારણે હેલ્થ સિસ્ટમ અને અર્થ વ્યવસ્થા સામે ઉભા થયેલા પડકારો અંગે પણ ચર્ચા કરી હતી. બંને દેશો વર્તમાન મહામારીના સંકટકાળમાં એક બીજાના પ્રવાસી નાગરિકોને સંભવતઃ મદદ કરવા પણ સહમત થયા હતા...
