Skip to main content
Settings Settings for Dark

કૃષિ સુધારા માટે જારી કરાયેલા બે વટહૂકમને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

Live TV

X
  • કૃષિ સુધારા માટે બે અધ્યાદેશ જારી...ખેડૂતોને પસંદના બજારમાં પાકને વેચવાની મળી છૂટ..રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ અધ્યાદેશોને આપી મંજૂરી...

    કેન્દ્ર સરકારે શુક્રવારે કૃષિ સુધાર સાથે સંકળાયેલા બે વટ હુકમ બહાર પાડ્યા હતા. આ વટહુકમ ખેડૂતોને મુક્ત વેપારમાં મદદ કરવા અને તેમની ઉપજના સારા ભાવ મળી રહે તે મુદ્દા સાથે સંકળાયેલા છે.. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંને વટ હુકમને મંજૂરી આપી દીધી છે. એક વટહુકમ ખેડૂતોને રાજ્યની અંદર અને રાજ્ય બહાર પોતાની પસંદગીના બજારમાં પોતાની કૃષિ ઉપજને વેચવાની છૂટછાટ આપે છે... બીજો વટહુકમ ખેડૂતને પ્રોસેસિંગ કંપનીઓ રિટેલ કંપનીઓ કે નિકાસકર્તાઓ સાથે પહેલાથી નિશ્વિત ભાવે આગોતરા સોદા સમજૂતી કરવાની છૂટછાટ આપે છે... કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે તમામ મુખ્યમંત્રીઓને પત્ર લખીને આ કૃષિ સુધારાનો અમલ કરવામાં સહયોગ કરવા અનુરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે ખેડૂતોને સારા ઉંચા ભાવ આપી રહેલા પોતાની પસંદગીના બજારમાં પોતાની ઉપજ વેચવાનો વિકલ્પ આપવાથી સંભવિત ખરીદનારાઓની સંખ્યા પણ વધશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply