કોરોના સંકટ વચ્ચે ભારતીય રેલવેનું સરાહનીય કામ, અત્યારસુધીમાં અંદાજે 46 લાખ શ્રમિકોને વતન પહોંચાડ્યા
Live TV
-
રેલવે આગામી દસ દિવસમાં વધુ 36 લાખ શ્રમિકોને તેમના વતન પહોંચાડશે
કોરોના સંકટ કાળમાં ભારતીય રેલવેએ માનવીયતાનું મોટું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. રેલવે એ અત્યારસધીમાં અંદાજે 46 લાખ શ્રમિકોને પોતાના વતન પહોંચાડ્યા છે. રેલવે આગામી દસ દિવસમાં વધુ 36 લાખ શ્રમિકોને તેમના વતન પહોંચાડશે. પહેલી જૂનથી શરૂ થવા જઇ રહેલી 200 ટ્રેન માટે બુકિંગનું કામ પણ ચાલી રહ્યું છે.
એટલું જ નહીં રેલવે પીપીઇ કીટ અને માસ્ક નિર્માણનું કામ કરવા ઉપરાંત લોકોને ભોજન પેકેટ પણ આપી રહી છે. રેલવેનું કહેવું છે કે તમામ શ્રમિકોને ઘેર પહોંચાડવા સુધી આ સેવા ચાલુ રહેશે. શ્રમિક સ્પેશ્યલ ટ્રેન જે રાજ્યો લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા માગતા હોય તેવા રાજ્યોના અનુરોધ પર ચલાવવામાં આવે છે.
શ્રમિક ટ્રેન દોડાવવાનો 85 ટકા ખર્ચ સ્વયં રેલવે ભોગવી રહી છે. બાકીની રકમ રાજ્ય સરકાર ભોગવી રહી છે. સંકટની પળોમાં રેલવે સાચે જ દેશની લાઇફ લાઇન સાબિત થઇ રહી છે. રેલવે ટિકિટના કાળાબજાર ના થાય તે માટે પણ પગલાં લેવાઇ રહ્યા છે.
