કોરોના સંક્રમણથી ભારતમાં મોતનો આંકડો 12 હજાર 948 થયો
Live TV
-
સાજા થયેલા લોકોની સંખ્યા પહોંચી બે લાખ 13 હજાર 830 પર, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા એક લાખ 68 હજાર 269.
દેશભરમાં કોરોનાનો કેર યથાવત છે. જો કે સારી વાત એ છે કે, સક્રીય કેસની સંખ્યા સ્વસ્થ થનારા લોકોની સંખ્યાં કરતાં ઓછી છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી રેટ વધીને 53 ટકા થઈ ગયો છે. અત્યાર સુધી કુલ 2 લાખ 13 હજાર 830 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. આ અંગે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સ્વસ્થ થવાના વધતા દરથી સ્પષ્ટ છે કે કુલ સંક્રમિત દર્દીઓમાંથી 50 ટકાથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યાં છે. સંક્રમણની સમય પર જાણ અને યોગ્ય ઉપચાર જ સ્વસ્થ થવાનો એકમાત્ર ઉપાય છે. હાલમાં 1 લાખ 68 હજાર 269 જેટલાં કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલ લોકોની સંખ્યા બાર હજાર 948 થઈ છે. તો દેશમાં ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. હાલ પ્રતિદિન 3 લાખ નમૂનાઓનું પરિક્ષણ કરવાની ક્ષમતા છે.
