Skip to main content
Settings Settings for Dark

કોલકતામાં G20ની પ્રથમ 'ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાયનાન્સિયલ ઇન્ક્લુઝન' બેઠક શરૂ થઈ

Live TV

X
  • G20 ની પ્રથમ 'ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન' બેઠક સોમવારે કોલકતામાં વિશ્વભરના મહેમાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં શરૂ થઈ. નાણાકીય પ્રગતિ અને ઉત્પાદકતા વૃદ્ધિ માટે સીમાંત લોકો માટે ડિજિટલ વ્યવહારોના દરવાજા વધુ સારી રીતે ખોલવાના ઉદ્દેશ્ય સાથે બેઠકની શરૂઆત ચર્ચાના રાઉન્ડ સાથે થઈ હતી.

    મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહેમાનો અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેઓ રાજ્યમાં આ G-20 બેઠકનું આયોજન કરીને ખુશ છે. આ વર્ષની G-20 કોન્ફરન્સની થીમ 'વસુધૈવ કુટુમ્બક્મ'ને સમર્થન આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ રાજકીય સરહદોમાં માનતા નથી. સમગ્ર લોકોના વિકાસ વિના વિશ્વનો વિકાસ શક્ય નથી. 

    મહિલાઓના વિકાસ અને સમાજના પછાત વર્ગ માટે પણ વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેમણે ઈ-ગવર્નન્સ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    આ ચર્ચાના ભાગરૂપે બે પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓના 12 નિષ્ણાતોએ ચર્ચામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, મીટિંગના ભાગ રૂપે નવીન નાણાકીય ઉત્પાદનો પર એક પ્રદર્શન મૂકવામાં આવ્યું છે. સાંજે હુગલી નદી પર ક્રુઝ પર આવેલા મહેમાનો અને પ્રતિનિધિઓ માટે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply