કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, CBI દ્વારા સ્ટેટસ રિપોર્ટ દાખલ કરાયો
Live TV
-
સર્વોચ્ચ અદાલતે ટાસ્ક ફોર્સને ત્રણ અઠવાડિયાની અંદર વચગાળાનો રિપોર્ટ અને બે મહિનામાં અંતિમ રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો હતો
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં 8થી 9 ઓગસ્ટની વચ્ચે 31 વર્ષીય તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ છે. જે મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
સીબીઆઈ અને પશ્ચિમ બંગાળ પોલીસે સ્ટેટસ રિપોર્ટ આપ્યો
સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર સીબીઆઈ અને પશ્ચિમ બંગાળ પોલીસનો સ્ટેટસ રિપોર્ટ પણ આજે સીલબંધ કવરમાં આપવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ સરકાર પણ આજે આરજી કાર મેડિકલ કોલેજમાં તોડફોડની ઘટના અંગે રિપોર્ટ આપશે. વાસ્તવમાં, સર્વોચ્ચ અદાલતે આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લીધું હતું અને 20 ઓગસ્ટે તેની સુનાવણી કરી હતી. તેમજ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે મમતા સરકારને ઠપકો આપવાની સાથે ડોકટરોની સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરી હતી. સર્વોચ્ચ અદાલતે ટાસ્ક ફોર્સને ત્રણ અઠવાડિયાની અંદર વચગાળાનો રિપોર્ટ અને બે મહિનામાં અંતિમ રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો હતો.