કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ CISF જવાનોના હવાલે
Live TV
-
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) એ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં પોસ્ટિંગને અંતિમ સ્વરૂપ આપી દીધુ છે. CISFના 151 જવાનો કોલેજમાં ખડે પગે તૈનાત રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CISF એ પોતાના સૈનિકોને કોલકાતા મોકલ્યા છે.અત્યાર સુધીની ઉપલબ્ધ માહિતી મુજબ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રેન્કના એક અધિકારીની નજર હેઠળ તમામ સુરક્ષાકર્મી તૈનાત રહશે, જેને ઈન્સ્પેક્ટર રેન્કના ત્રણ અધિકારીઓ મદદ કરશે.

રાજ્ય સરકારના આંતરિક અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં CISF તૈનાતનો ખર્ચ કોણ ઉઠાવશે તે અંગે થોડી મૂંઝવણ છે. જોકે સામાન્ય પ્રથા મુજબ તમામ સંભવતઃ ખર્ચ રાજ્ય સરકારે ખર્ચ ઉઠાવવો પડશે.ચૂંટણી દરમિયાન જ્યારે CAPF અલગ-અલગ રાજ્યોમાં તૈનાત કરવામાં આવે છે ત્યારે પણ તેનો ખર્ચ સંબંધિત રાજ્ય સરકારો ઉઠાવે છે.
CISF એ બુધવારે તૈનાતી માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી, તેના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ કે. પ્રતાપે હોસ્પિટલ સત્તાવાળાઓ તેમજ કોલકાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી હતી.એવું જાણવા મળ્યું છે કે જ્યારે CISF કર્મચારીઓ પ્રાથમિક રીતે હોસ્પિટલ પરિસરમાં આંતરિક સ્તરની સુરક્ષા માટે જવાબદાર હશે, ત્યારે બાહ્ય સુરક્ષા - હોસ્પિટલના ગેટની બહાર - કોલકાતા પોલીસ પાસે રહેશે.સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ CISFની તૈનાતી કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે હોસ્પિટલ પરિસરમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના પગલે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ના કોઈપણ જવાનોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.
આરજી કાર મેડિકલ કોલેજમાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, ત્રણ ઈન્સ્પેક્ટર, ત્રણ સબ ઈન્સ્પેક્ટર, 38 હેડ કોન્સ્ટેબલ અને 68 કોન્સ્ટેબલને ફરજ સોંપવામાં આવી છે.આ પહેલા ગુરુવારે સીબીઆઈએ કોલકાતા ટ્રેઇની ડૉક્ટર રેપ-મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ (CJI) D.Y. ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે.