દિલ્હી AIIMS ના રેસિડેન્ટ ડોક્ટરોએ 11મા દિવસે હડતાળ સમાપ્ત કરી
Live TV
-
AIIMS ના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (RDA) એ એક નિવેદન જાહેર કરતાં કહ્યુ કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ખાતરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોલકાતાના આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં 11 દિવસથી હડતાળ પર ઉતરેલા AIIMS, દિલ્હીના નિવાસી ડૉક્ટરોએ કામ પર પાછા ફરવાની જાહેરાત કરી છે.AIIMS ના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (RDA) એ એક નિવેદન જાહેર કરતાં કહ્યુ કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ખાતરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હડતાળ કરી રહેલા ડોકટરો સામે કોઈપણ શિક્ષાત્મક કાર્યવાહી નહી કરવાના સુપ્રીમ કોર્ટના આશ્વાસનથી તેમને રાહત મળી છેએસોસિએશને સુપ્રીમ કોર્ટની અપીલ અને નિર્દેશોને સ્વીકારીને હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.
રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન એ કહ્યું, અમે માનનીય સર્વોચ્ચ અદાલતની અપીલ અને નિર્દેશોને અનુસરીને 11 દિવસની હડતાળને પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. અમે R.G. કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાની નોંધ લઈએ છીએ અને સમગ્ર દેશના આરોગ્ય કર્મચારીઓની સલામતીની ખાતરી કરી તેની સાથએ સંકળાયેલ વ્યાપક મુદ્દાઓને સંબોધવા માટે સુપ્રીમ કોર્ટનો આભાર પ્રગટ કરીએ છીએ
એસોસિએશને એમ પણ કહ્યું કે તેઓ આરોગ્ય કર્મચારીઓના અધિકારો અને સલામતીની હિમાયત કરવા માટે પ્રતિબદ્ધ છે અને ન્યાય માટે સમર્થન આપનાર દરેકનો આભાર વ્યક્ત કરીએ છીએ.તેમણે કહ્યું કે તેમની પ્રાથમિક જવાબદારી દર્દીઓની સંભાળ લેવાની છે અને તે ચાલુ રાખવા માટે તે સંપૂર્ણપણે સમર્પિત છે.એસોસિએશને સંકેત આપ્યો કે જ્યાં સુધી ન્યાય ન મળે અને સલામતી માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન ન થાય ત્યાં સુધી તેઓ ફરજના કલાકો પછી પ્રતીકાત્મક વિરોધ ચાલુ રાખશે.