કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી ચૂંટણીપંચે પ્રચાર પર પ્રતિબંધ લંબાવ્યો
Live TV
-
ચૂંટણીપંચે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે તારીખ 22 જાન્યુઆરી સુધી રોડ શો, પદયાત્રા, કે સાયકલ રેલી યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે.ચૂંટણીપંચે અગાઉ 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતાં 15મી જાન્યુઆરી સુધી જાહેર રેલી યોજવા પર પ્રતિબંધ મૂક્યો હતો.કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈ ચૂંટણીપંચે જાહેર રેલીઓ પરના પ્રતિબંધને હવે 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો છે.કેન્દ્રીય ચૂંટણીપંચે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણી સમયે રાષ્ટ્રીય પક્ષોને રેડિયો અને TV પરથી ચૂંટણી પ્રચાર માટે અપાતા સમયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.દેશમાં કોવિડ મહામારીના કારણે ઓછા લોકસંપર્ક છતાં વધુ પ્રચાર કરી શકાય તે હેતુથી રાજકીય પક્ષોને અપાતો પ્રસારણ સમય બમણો કરાયો છે.
