દેશમાં આજે થઇ રહી છે કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી
Live TV
-
દેશ આજે કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યો છે.રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા કોવિડ-19 વેકસીન પર એક પોસ્ટ ટિકીટ ઇશ્યું કરશે.ગત વર્ષે આજ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહામારીનો સામનો કરવા વિશ્વનો સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી.આ અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ઇતિહાસમાં ક્યારેય આટલા વિશાળ ફલકમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું નથી.ગત વર્ષે16 જાન્યુઆરીએ આરોગ્ય કર્મચારીઓના રસીકરણ સાથે અભિયાનનો શુભારંભ થયો હતો. ત્યારબાદ 2 ફેબ્રુઆરીના અગ્રગણ્ય હરોળના કાર્યકર્તાનું રસીકરણ શરૂ કરાયું હતું.1 માર્ચથી 60 વર્ષથી મોટી ઉંમરના અને અન્ય બિમારીગ્રસ્ત 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.1 મે 2021 થી 18 વર્ષથી ઉપરના તમામ યુવાનોને કોવિડ વિરોધી રસી આપવાની શરૂઆત થઇ હતી.આરોગ્ય કર્મચારીઓ તેમજ 60 વર્ષથી વધુ ઉમરના લોકોને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત આ મહિનાની 10 તારીખથી કરાઈ છે.આ મહિનાની 3 તારીખથી 15 થી 18 વર્ષ ઉમરના કિશોરોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 156 કરોડ 63 લાખ કોવિડ વિરોધી રસીના ડોઝ આપવામાં આવ્યા છે.ગઇકાલે 57 લાખ 29 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી.અત્યાર સુધીમાં 42 લાખ 69 હજારથી વધુ બુસ્ટર ડોઝ આપવામાં આવ્યાં છે
