Skip to main content
Settings Settings for Dark

કોવિડની તૈયારીઓ પર આજે સમગ્ર દેશમાં થશે મોકડ્રીલ

Live TV

X
  • દેશમાં કોવિડ-19 ઇમરજન્સી સેવા સંબંધી સજ્જતાનો અંદાજ મેળવવા આજે તમામ હોસ્પિટલમાં દેશવ્યાપી મોકડ્રીલ હાથ ધરવામાં આવશે. ચીન,અમેરિકા અને કેટલાક અન્ય દેશોમાં વધી રહેલા કોવિડ-19ના વધી રહેલા કેસને જોતાં આ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે. મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલ્સમાં કોવિડનો સામનો કરવા માટેના સંસાધનની સમીક્ષા કરવામાં આવશે. ઓક્સિજન પ્લાન્ટ , વેન્ટિલેટર્સ, લોજિસ્ટીક અને માનવ સંસાધનો પર વિશેષ ધ્યાન આપવાની સાથોસાથ બુનિયાદી માળખાની તૈયારીનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સમીક્ષા માટે બોલાવેલી બેઠકના થોડા દિવસ પછી મોકડ્રીલ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આ પ્રસંગે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલની મુલાકાત કરશે. ગઈકાલે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે કોરોનાની સ્થિતિ અંગે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. તો કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારોને દરેક જિલ્લામાં RT-PCR સહિત એન્ટિજન ટેસ્ટ વધારવાનું કહેવામાં આવ્યું છે. ગાઈડલાઈનમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, નવા વેરિયન્ટ અંગે સમયસર જાણ થાય તે માટે વધુને વધુ સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરાવવા નિર્દેશ અપાયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply