પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે થઈ ટેલીફોનીક વાતચીત
Live TV
-
યૂક્રેનનાં રાષ્ટ્રપતિએ ભારતને G20ની અધ્યક્ષતા માટે શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ. ઝેલેન્સ્કીએ જી-20નું અધ્યક્ષપદ હાંસલ કર્યા બદલ અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ખાદ્ય ઉર્જા સુરક્ષા જેવા મુદ્દે વિકાસશીલ દેશોની ચિંતાને વાચા આપવા સહિતની ભારતની મુખ્ય પ્રાથમિકતાઓ વિષે જાણકારી આપી હતી. બંને નેતાએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની તકોને મુદ્દે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ યૂક્રેનના અધિકારીઓને આ વર્ષના આરંભે જે વિદ્યાર્થીઓને ભારત પાછા ફરવું પડ્યું હતું તેવા ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસને ચાલુ રાખવાની વ્યવસ્થા કરવા પણ અનુરોધ કર્યો હતો. બંને નેતાએ યૂક્રેન સંઘર્ષ અંગે પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બંને પક્ષોએ સમસ્યાઓના સ્થાયી સમાધાન માટે રાજદ્વારી વાતચીતની રાહ પર પાછા ફરવું જોઇએ. કોઇપણ પ્રકારના શાંતિ પ્રયાસોને ભારતનું સમર્થન છે તે વાત દોહરાવીને પ્રધાનમંત્રીએ યુદ્ધ પ્રભાવિત લોકો માટે માનવીય સહાય માટેની પ્રતિબદ્ધતા પણ જાહેર કરી હતી.
