Skip to main content
Settings Settings for Dark

કોવિડ-19ના કેસોમાં ઉછાળાને પગલે રાજસ્થાન સરકારે રાજ્યની બોર્ડર કરી સીલ

Live TV

X
  • રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 123 નવા કેસ નોંધાયા છે

     

     રાજસ્થાન સરકારે કોરોના કેસમાં સતત વધારાના પગલે આજે તેની તમામ આંતર-રાજ્ય સરહદોને સીલ કરી દીધી છે. આ ઉપરાંત, સરકારે ઇન્ટ્રા સ્ટેટ ટ્રાફિકને નિયમન અને નિયંત્રણમાં લેવાનો નિર્ણય લીધો છે. હવે, હવાઈ, રેલવે અથવા બસ રૂટ પરથી પ્રવેશતા લોકોને સરકારની પરવાનગી લેવી પડશે. પોલીસ મહાનિદેશક એમ.એલ. લાથેરે આદેશો જારી કર્યા. રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 123 નવા કેસ નોંધાયા છે. કોરોના દર્દીઓની વધતી સંખ્યા જોતા રાજસ્થાન સરકારે સરહદ સીલ કરવાનો નિર્ણય લીધો છે. ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે સરહદ 7 દિવસ સુધી સીલ રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનને ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશની સીમાઓ અડે છે. રાજસ્થાન સરકારના આદેશ મુજબ બહારના રાજ્યોથી આવતા લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. એક માત્ર પાસ દ્વારા જ રાજસ્થાનમાં પ્રવેશ કરી શકાશે. તબીબી ઇમરજન્સીના કિસ્સામાં કલેક્ટર દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવશે. આ સાથે ટોલ પોઇન્ટ પર પોલીસ દળની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી 5 બોર્ડરને આજે સીલ કરવામાં આવી. રાજસ્થાનમાં કોરોનાનું સંક્રમણ વધતા નિર્ણય લેવામાં આવ્યો હતો.રાજસ્થાનમાં માલવાહક સિવાયના તમામ સાધનોના આવન જાવન માટે પ્રતિબંધ મૂક્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply