ખાનગી ક્ષેત્રને તેની ક્ષમતા વધારવા માટે ઇસરોનો ઉપયોગ કરવાની આપવામાં આવશે મંજૂરી : કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે
Live TV
-
અંતરિક્ષ મિશન ગગનયાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે અવકાશયાત્રીઓની પસંદગી પૂર્ણ થઈ ગઈ છે
પરમાણુ ઉર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડો.જિતેન્દ્રસિંહે કહ્યું છે કે ખાનગી ક્ષેત્રને તેની અવકાશ વધારવા માટે ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ઇસરોના કેન્દ્રો અને અન્ય સંબંધિત સંપત્તિનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. અવકાશ ટેકનોલોજી ક્ષેત્રે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, મોદી સરકારની આત્મનિર્ભર ભારત યોજના અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવા પહેલ કરી છે. આનાથી ખાનગી ક્ષેત્રને ભારતની અંતરિક્ષયાત્રામાં ભાગ લઈ શકશે અને ખાનગી કંપનીઓને અંતરિક્ષ પ્રવૃત્તિઓમાં સમાન તકો મળશે. શ્રી જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ભાવિ ગ્રહોની સંશોધન પ્રોજેક્ટ ખાનગી ક્ષેત્ર માટે ખોલવામાં આવશે.
ભારતના પ્રથમ માનવ સંચાલિત અંતરિક્ષ મિશન ગગનયાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે અવકાશયાત્રીઓની પસંદગી પૂર્ણ થઈ ગઈ છે અને રશિયામાં તેમની તાલીમ શરૂ થઈ ગઈ છે પરંતુ કોરોના રોગચાળાને કારણે તેમાં અડચણ આવી છે. ટૂંક સમયમાં આ કામ ફરી શરૂ થશે. કેન્દ્રિય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યું કે મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષ દરમિયાન ઇસરોએ સ્કૂલનાં બાળકો માટે યુવા વિશેષ વૈજ્ઞાનિક કાર્યક્રમની શરૂઆત કરી છે. યુવા પેઢીને અવકાશ તકનીક અને તેનાથી સંબંધિત એપ્લિકેશન્સનું મૂળભૂત જ્ઞાન આપવાનું લક્ષ્ય છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોરોના રોગચાળા દરમિયાન ઇસરો વૈજ્ઞાનિકો તબીબી ઉપકરણો, સલામતી કીટ અને અન્ય સાધનો પૂરા પાડવાના પગલામાં વ્યસ્ત છે.
