ક્વાડ દેશ લોકશાહી મૂલ્યો તેમજ મુક્ત, મોકળા અને સર્વ સમાવેશી ઇન્ડો-પેસિફિક માટે એકજૂથ: PM નરેન્દ્ર મોદી
Live TV
-
ક્વાડ દેશો લોકશાહી મુલ્યોથી જોડાયેલા છે: PM નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ક્વાડ દેશો લોકશાહી મુલ્યોથી જોડાયેલા છે અને એક ખુલ્લા અને સમાવેશી હિંદ પ્રશાંત ક્ષેત્ર માટે પ્રતિબદ્ધ છે. ક્વાડ સમુહની પ્રથમ વરચ્યુઅલ બેઠકને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બેઠકના એજન્ડામાં કોવિડ વેક્સિન, જળવાયુ પરિવર્તન અને ઉભરતી પ્રદ્યોગિકીનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વિષયો ક્વાડ દેશોને વિશ્વની ભલાઇ માટેની મોટી તાકાતના રૂપમાં પેશ કરે છે. શિખર બેઠકમાં અમેરિકી પ્રમુખ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાની પ્રધાનમંત્રી યોશિહિડે સુગાએ પણ ભાગ લીધો હતો. ક્વાડ દેશોની પ્રથમ બેઠક પછી અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સાલિવને જણાવ્યું કે આ વર્ષે ક્વાડ દેશોની બેઠક ફરી એકવાર મળશે. તેમણે જણાવ્યું કે શુક્રવારે મળેલી બેઠકમાં ક્વાડ દેશોના નેતાઓએ ચીન તરફથી મળનારા પડકારો અંગે પણ ચર્ચા કરી હતી.