પશ્ચિમ બંગાળઃ CM મમતા બેનરજી પર હુમલા અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે અહેવાલ માંગ્યો
Live TV
-
બુધવારે નંદીગ્રામમાં બનેલી ઘટના બાદ થઇ રહેલા રાજકારણ અને તૃણમુલ કોંગ્રેસ તેમ જ ભાજપ તરફથી બંગાળના ચૂંટણી અધિકારીને થયેલી ફરિયાદો પછી કેન્દ્રીય ચૂંટણી પંચે આ મુદ્દે રાજ્યના ટોચના અધિકારીઓ પાસેથી અહેવાલ માંગ્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે બુધવારે નંદીગ્રામમાં બનેલી ઘટના બાદ થઇ રહેલા રાજકારણ અને તૃણમુલ કોંગ્રેસ તેમ જ ભાજપ તરફથી બંગાળના ચૂંટણી અધિકારીને થયેલી ફરિયાદો પછી કેન્દ્રીય ચૂંટણી પંચે આ મુદ્દે રાજ્યના ટોચના અધિકારીઓ પાસેથી અહેવાલ માંગ્યો છે. બંગાળ ભાજપે જણાવ્યું હતું કે મમતા બેનરજી પરના હુમલાના દાવાને કોઇ પ્રત્યક્ષદર્શી સાક્ષી સમર્થન નથી આપી રહ્યા.
નંદીગ્રામમાં પોતાની સંભાવનાઓ અંગે મમતા ગભરાયેલા છે. ચૂંટણી પંચે આ સંદર્ભમાં જણાવ્યું છે કે મુખ્ય સચિવ, વિશેષ ચૂંટણી નિરીક્ષક અને રાજ્ય સરકારના સંભવિત વિભાગ પાસેથી આ ઘટના અંગે અહેવાલ માંગ્યો છે. પુરતી તપાસને અંતે જ કોઇક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીની સુરક્ષાને ગંભીરતાથી લેતાં ચૂંટણી પંચે કહ્યું છે કે કોઇપણ પક્ષ પર ઉતાવળે આરોપ લગાવવામાં ના આવે. રાજ્યના કામકાજમાં અતિક્રમણના આરોપોને પણ પંચે નકારી કાઢ્યા છે.