પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ક્વાડ નેતાઓના પ્રથમ ચતુર્ભૂજ (Quad) સંમેલનમાં ભાગ લેશે
Live TV
-
આ શિખર સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, જાપાની પ્રધાનમંત્રી યોશી હીદે સૂકા અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન પણ જોડાશે. આ શિખર સંમેલન સમુદ્રી સુરક્ષા અને જળવાયુ પરિવર્તન જેવા પડકારોને મુદ્દે વિચારોના આદાનપ્રદાનની તક પુરી પાડશે.

આ બેઠકમાં બધા દેશોના હિતના ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરશે. આ સાથે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા અંગેની દિશામાં સહયોગના વ્યાવહારિક ક્ષેત્રોના વિચારોનું આદાનપ્રદાન કરશે. શિખર સંમેલનમાં સમકાલીન પરિસ્થિતિઓ જેવી કે કોરોના વાયરસ, કોરોના રસીકરણ, વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
ક્વાડ રાષ્ટ્રોમાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ દેશો Quadrilateral Security એટલે કે ચતુર્ભુજ સુરક્ષા મુદ્દે ચર્ચા કરે છે. Quadrilateral નું ટૂંકુ રુપ Quad (ક્વાડ) તરીકે ઓળખાય છે.