રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચેન્નાઈમાં અણ્ણા વિશ્વવિદ્યાલયના 41માં દિક્ષાંત સમારોહમાં હાજરી આપી
Live TV
-
પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર 69 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તમિલનાડુના ત્રિદિવસીય પ્રવાસે છે. ત્યારે આજે ત્રીજા દિવસે રાષ્ટ્રપતિએ ચેન્નાઈમાં અણ્ણા વિશ્વવિદ્યાલયના 41માં દિક્ષાંત સમારોહમાં હાજરી આપી. સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિવિધ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર 69 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા.
રાષ્ટ્રપતિના હસ્તે એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરના અભ્યાસક્રમોમાં પ્રથમ સ્થાન મેળવનારા કેટલાક વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. દિક્ષાંત સમારોહને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓ પાસે રહેલા જ્ઞાનને વહેંચવાથી વધારો થાય છે. તેમણે કહ્યુ કે જ્ઞાનને ચોરી શકાતુ નથી. યુવાઓ માટે જ્ઞાનમાં પરિવર્તન મહત્વપૂર્ણ અને ઉત્પ્રેરક છે.