પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મહમદ બિન સલમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી
Live TV
-
વેપાર અને રોકાણનો વધુ વિસ્તાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મહમદ બિન સલમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાએ 2019માં સ્થાપિત દ્વિપક્ષીય વ્યૂહાત્મક પરિષદના કામકાજની સમીક્ષા કરી હતી. ભારત અને સાઉદી અરેબિયાએ ભાગીદારીમાં થયેલી વૃદ્ધિ પરત્વે સંતોષ વ્યક્ત કર્યો હતો.
પારસ્પરિક હીતોના વિસ્તરણની સમીક્ષા કરી
પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણનો વધુ વિસ્તાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કોવિડ મહામારી સામેની લડાઇ માટે એકબીજાનું સમર્થન કરવા પણ બંને દેશો સહમત થયા હતા. પારસ્પરિક હીતોના વિસ્તરણની પણ બંને નેતાએ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ક્રાઉન પ્રિન્સને ભારત આવવા નિમંત્રણ આપ્યું હતું.